કારખાનામાં ત્રીજા માળે રમતાં-રમતાં બાળકી નીચે પટકાતા સારવાર દરમિયાન મોત


રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર પાસે આવેલા પડવલામાં ભાવેશ ટેકનો ફોર્જીંગ નામના કારખાનામાં રહેતાં નારણભાઈ મેડલની અઢી વર્ષની પુત્રી સરસ્વતી ગઇકાલે બપોરે ત્રીજા માળે રમતાં-રમતાં નીચે પટકાઈ ગઈ હતી. જેને શરીરમાં ગંભીર ઈજા થતાં સારવારમાં રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનુ મૃત્યુ થયું હતું. ઘટના વિશે સીવીલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃતકનો પરિવાર મૂળ યુપીનો રહેવાસી છે અને ભાવેશ ટેકનો ફોર્જીંગ નામના કારખાનામાં રહી મજુરીકામ કરતો હતો. ઘટનાથીથી પરિવારમાં શોક છવાયો હતો. હાલ શાપર પોલીસે મૃતદેહનું પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.