રાજકોટમાં લક્ષ્મીનગર બ્રિજ નજીક ફટાકડા ફોડતા સમયે ટુ-વ્હીલર સળગતા ફાયર બ્રિગેડે ત્વરિત આગ પર કાબુ મેળવી લીધો

image-241
copy image

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ નજીક પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગી ઉઠ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.