રાબડાલમાં વાયરના તણખાથી ટ્રેક્ટરમાં ભરેલા ઘાસમાં આગ ભભૂકી ઉઠી

image-242
copy image

દાહોદ શહેર પાસે રાબડાલ ગામમાં ગાયત્રી મંદિર પાસે ઘાંસ ભરી જતાં ટ્રેક્ટરમાં ઉપરથી પસાર થતાં હેવી વીજ લાઇન ભેગા થઇ જવાના કારણે શોર્ટ સર્કિટ થતાં તેના તણખા ટ્રેકટરના ઘાંસમાં પડ્યા હતાં. જ્યારે વાયરો ભેગા થવાની તેના થાંભલા પર પણ શોર્ટ સર્કિટ થવાના લીધે ચાલુ વીજ વાયર તૂટી રોડ ઉપર પડ્યો હતો.

જ્યારે ટ્રેક્ટરમાં ભરેલા ઘાસમાં આગ લાગતા ડ્રાઇવર અને આજુબાજુના લોકો દ્વારા ટ્રેક્ટરમાં ભરેલુ ઘાસ તાત્કાલિક રોડ ઉપર ખાલી કરી દીધુ હતું. વીજ લાઇન ચાલુ હોવાના લીધે વાહન વ્યવહાર પણ રોકવાની ફરજ પડી ગઈ હતી. આગની જાણ દાહોદ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટર સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયો હતો અને લગભગ 15 થી 20 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.