માનકૂવા પોલીસ સ્ટેશન વિસ્તારના કેરા નારણપર વડઝર ઝુમખા ચુનડી મેઘપર, વાડાસર ગામોની સીમમાં આવેલ અલગ અલગ વાડીઓમાં થયેલ કોપર કેબલની ચોરી કરતી કડીને પકડી પાડી વણશોધાયેલ કુલ્લે ૧૦(દસ) ગુન્હાઓને શોધી કાઢતી માનકુવા પોલીસ
શ્રી જે.આર.મોથાલીયા સાહેબ,પોલીસ મહાનિરીક્ષકશ્રી,સરહદી રેન્જ, ભુજ તથા સૌરભસિંઘ
સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી ચોરીના બનાવો રોકવા તથા બનેલ બનાવો શોધી કાઢવા તથા ચોરીના ગુન્હાઓ શોધેલ છે જેના મુળ સુધી પહોચવા સુચના આપેલ હોઈ જે અનવ્યે શ્રી ડી.આર.ચૌધરી પોલીસ ઈસન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનમા તા.૨૮/૦૧/૨૦૨૨ થી આજદીન સુધી માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમા જુદા-જુદા ગામોમા આવેલ વાડીઓમાથી ચોરાયેલ કોપર કેબલ વાયર બાબતે રજીસ્ટર થયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ.
બાદ માનકુવા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ પંકજકુમાર આર કુશવાહા તથા પોલીસ હેડ.કોન્સટેબલ જયપાલસિહ જયદેવસિહ જાડેજા નાઓ માનકુવા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે વણ શોધાયેલ ગુન્હાઓ શોધવા માટે ટેકનીકલ રીતે તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસમા હતા તે દરમ્યાન નીચે જણાવેલ આરોપીઓ વાડીઓમા કેબલ ચોરી કરતા હોવાની હકીકત આધારે એક મહીના પહેલા આ આરોપીઓની એક વર્ષની કોલ ડીટેલ મેળવી તથા જે-જે ચોરીઓ થયેલ તે જગ્યાના ટાવર ડમ્પ મેળવી ટેકનીકલ રીતે પોલીસ ઈન્સ્પેકટર ડી.આર.ચૌધરી સાહેબ તથા પો.હેડ.કોન્સ રૂપાભાઈ ભગવાનભાઈ દેસાઈ ઉંડાણપુર્વક કોલડીટેઈલનો અભ્યાસ કરતા આ કામેના આરોપી સંડોવાયેલ હોવાનુ જણાઈ આવેલ હતુ જેથી તેઓને માનકુવા પોલીસ સ્ટેશન લાવી પોલીસ ઈન્સ્પેકટર ડી.આર.ચૌધરી નાઓએ મોબાઈલ લોકેશન આધારે યુક્તિ-પ્રયુક્તિથી સઘન પુછ-પરછ કરતા નીચે જણાવેલ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧)મુસ્તાક આમદ નારેજા ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.જદુરા તા.ભુજ મો.નં.૯૯૦૪૭ ૦૬૨૧૯
(૨) યાહયા ઉર્ફે જાવેદ કાસમ થેબા ઉ.વ.૨૮ રહે જદુરા તા.ભુજ મો.નં.૯૪૦૯૪ ૭૫૬૭૫
(૩) બસીર જાવેદ કાસમ થેબા ઉ.વ.૨૬ રહે જદુરા તા.ભુજ મો.નં.૯૩૧૩૭ ૯૩૫૪૧
પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઈતીહાસ
(૧) યાહયા ઉર્ફે જાવેદ કાસમ થેબા ઉ.વ.૨૮ રહે જદુરા તા.ભુજ વાળા વિરૂધ્ધ અગાઉ માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.૨.નં.૩૮૯/૨૦૨૨ આર્મ એકટની કલમ.૨૫(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ.૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.
(૧) મુસ્તાક આમદ નારેજા ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે જદુરા તા.ભુજ વાળા વિરૂધ્ધ અગાઉ પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.૨.નં.૨૬૨/૨૦૨૦ આઈ.પી.સી કલમ ૧૮૮ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.
રીકકવર કરેલ મુદામાલ
કોપર કેબલ બાળી નીકાલ તાંબુ આશરે કિલોગ્રામ ૧૦ કિમત રૂપીયા.૫૦૦૦/
આમ ઉપરોક્ત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સપેકટર તથા પી.એસ.આઈ એચ.એચ.બ્રહ્મભટ્ટ તથા એ.એસ.આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બરબસીયા તથા હેમલકુમાર ચૌધરી તથા કેરા આઉટ પોસ્ટ ઈન્ચાર્જ જયપાલસિહ જે જાડેજા તથા અશોકભાઈ મનુભાઈ ડાભી તથા રૂપાભાઈ ભગવાનભાઈ દેસાઈ તથા પો.કોન્સ.મહેશભાઈ તળજાભાઈ દેસાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.
