ભારત સરકારના બેન્ક એકત્રીકરણ અને વિલીનીકરણ નો થયો વિરોધ.

ભારત સરકારના બેન્ક એકત્રીકરણ અને વિલીનીકરણ નો થયો વિરોધ.

હાલમાં જયારે દેના બેન્ક,બેન્ક ઓફ બરોડા,વિજયા બેન્ક ના ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા મર્જર નું એલાન કરાતા ભારત ભરમાં બેન્ક યુનિયનઓ એ વિરોધ દર્શાવતા તાત્કાલિક સરકાર સામે સૂત્રોચાર કરવાનો નિર્ણય કર્યો હતો. તેમાં પાંચ ખાસ વાતો હતી

તેમાં (1) યુનિયન પોતાનો વિરોધ બેન્ક વિલીનીકરણ અને એકત્રીકરણ સામે કરવાનો છે. (2) ત્રણ બેન્કોના મર્જરનો પ્રસ્તાવ સરકાર પરત ખેંચે. (3) મન ઘડત બેંકિંગ સુધારા પર રોક (4) ડૂબત લેણાની સરકાર વસુલાત કરે (5) ડૂબત લેણા તરફથી લોકોનું ધ્યાન બીજી દિશામાં વાળવાનું બંધ કરે.

જેવા વિવિધ મુદાઓ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.