દુબઈમાં રહેતા ગુજરાતીઓનાં ID મેળવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનારની કરાઈ અટકાયત


અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સોલા ગામના અધિષ્ઠાન શ્રિયા ફ્લેટના એ-202 નંબરના મકાનમાં દરાડો પાડી ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા મેહુલ પૂજારા (ઠક્કર) નામના યુવકને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, તે મૂળ ગુજરાતના અને હાલ દુબઈમાં રહેતા મીત, રાજકોટના અને દુબઈમાં રહેતા રાકેશ રાજદેવના માણસ જિમી ગોલ્ડન પાસેથી મેળવેલી બે વેબસાઇટ લિંક દ્વારા તથા ઊંઝાના અને દુબઈમાં રહેતા ચેતન ઉર્ફે ટોમી પાસેથી મેળવેલી વેબસાઇટ લિંક દ્વારા, જેતપુરના ધવલ અને અન્ય લોકો પાસેથી અલગ અલગ આઈડી મેળવી ક્રિકેટ સટ્ટા બેટિંગનું કામ કમિશન લઈ કરતો હતો.
પોલીસે આ અંગે મેહુલ પૂજારા, મીત, રાકેશ રાજદેવ, જિમી ગોલ્ડન, ચેતન ઉર્ફે ટોમી, નીતિન કલકત્તા, બાબા હૈદરાબાદ ઉર્ફે ત્રિમૂર્તિ , ચિંટુ સુરત, પરિમલ દુબઈ દિનકર ઉર્ફે રોકી રાજકોટ વગેરે મળી કુલ 12 સામે ગુનો નોંધાયો છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માર્કેટિંગ કરી પૈસા લેતા હતા.