ભુજ નગરપાલિકામાં છ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા.

ભુજ નગરપાલિકામાં પણ હવે સિકિયુરિટી ગાર્ડ રાખવામા આવ્યા છે. હાલમાં છ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. જેના લીધે વ્યવસ્થા જળવાઈ રહે. જે વાહન પાર્કિંગમાં પણ મદદ રૂપ રહી શકે. ઘણી વાર ઉગ્ર રજૂઆતો કરવા લોકો આવતા હોય છે. ત્યારે આ બધાને ધ્યાનમાં લઈને ગાર્ડ રાખવામા આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગાર્ડ રાખવામા આવ્યા છે તે કયાર સુધી રહેશે અને તેમને પગાર કયાર સુધી મળી રહેશે કારણે કે આપણે જોઈએ છે કે નગર પાલિકામાં જ ફરજ ભજવતા સફાઈ કર્મચારી કે અન્ય ને પગાર માટે વલખાં મારવા પડે છે તો આ ગાર્ડ રાખવામા આવ્યા છે તે સારી વાત છે પરંતુ આ સિસ્ટમ કયાર સુધી રહેશે તે જોવાનું રહ્યું તેવી લોક મુખે ચર્ચા.