વડોદરામાં એક વ્યક્તિએ OLX પર કબાટ વેચવા મુક્યુ અને ખરીદનાર ઠગે QR કોડ મોકલી 99 હજાર રૂપિયા ઉપાડી કરી ઠગાઇ


વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ઓનલાઇન કબાટ વેચવા મુકતા ખરીદીના નામે એક ઠગે જુદાજુદા QR કોડ મોકલી રૂપિયા 99, 173 રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરાઈ છે.
વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર સોમા તળાવ પાસે આવેલ વેદાંત રેસીડન્સીમાં રહેતા ચેનતભાઇ નેહતેએ ગત મે 2022માં એક કબાટ વેચવા માટે OLX પર પોસ્ટ મુકી હતી. જેના સંદર્ભે વડોદરાથી અંકિતકુમાર બોલું છું અને તેઓ આ કબાટ ખરીદવા માંગતા હોવાથી બેંક એકાઉન્ટનું વેરિફિકેશન કરવામાં માંગે છે તેમ જણાવ્યું હતું. આ માટે ઠગે પહેલા ચેતનભાઇના બેંક ખાતામાં એક રૂપિયો કપાત કર્યો અને બે રૂપિયા જમા કર્યા હતા.
બાદમાં ઓનલાઇન ઠગે ચેતનભાઇને પાંચથી સાત વખત QR કોડ મોકલ્યા હતા અને તેને સ્કેન કરવાનું કહ્યું હતું. જેથી તેમના બેંક ખાતામાંથી 21 હજાર, 9 હજાર, 21 હજાર એમ મળી કુલ છથી સાત ટ્રાન્જેક્શનમાં 99 હજાર 173 રૂપિયા કપાઇ ગયા હતા. આ અંગે ચેતનભાઇ નેહતેએ પોતે ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યાની પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.