માતરના સંધાણા નજીક અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં એક્ટિવા સવાર દંપતીનું મૃત્યુ

image-252
copy image

માતર નજીકથી પસાર થતો અમદાવાદ-મુંબઈ હાઈવે પર હિટ એન્ડ રનના બનાવમાં એક દંપતીનું સ્થળ પર કમકમાટીભર્યં મૃત્યુ થયું છે. કોઈ અજાણ્યા વાહને એક્ટીવાને પાછળથી ઠોકર મારતા એક્ટીવા પર સવાર દંપતીનુ મૃત્યુ નીપજયું છે.

માતર પાસેના સંધાણા ગામ પાસેથી પસાર થતા અમદાવાદ-મુંબઈ હાઈવે નંબર 48 પર બુધવાર સવારે આ ઘટના બની છે. અહીયાથી પસાર થઈ રહેલ એક્ટીવા નંબર (GJ 01 US 9340)ને અજાણ્યા કોઈ વાહને પાછળથી જોરદાર ઠોકર મારી હતી. આથી એક્ટીવા પર સવાર દંપતી રોડ પર પટકાઈ ગયા હતા. ટક્કર માર્યા પછી આ વાહન અહીંયાથી પલાયન થઈ ગયુ હતુ. બીજી બાજુ અકસ્માત પછી આ દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું.

આસપાસના લોકો દોડી આવતાં સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. આ પછી સ્થાનિક પોલીસ પણ ઘટના’ સ્થળે આવી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. આકસ્માતમા મૃત્યુ પામેલા ‌બંને લોકોને પોલીસની હાજરીમાં માતર સીએચસીમાં પીએમ માટે લઈ જવાયા છે. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર આ મરણજનાર વ્યક્તિઓના નામ રફીકભાઈ બરોડાવાળા અને તેમની પત્ની રહેનાબેન બરોડાવાળા છે. આ દંપતી ડાયાબિટીસની દવા લેવા જતાં આકસ્માત થયો છે.