નવાગામથી કારમાં અમદાવાદ લઇ જવામાં આવતો દેશી દારૂ સાથે 3 પકડાયા

ખેડા સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કઠવાડા ગામ તરફથી આવતી એક કારમાં દેશીદારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે વોચ ગોઠવી કાર પસાર થતા તેને અટકાવી તલાસી કરતાં દેશીદારૂ મળી આવ્યો હતો. પોલીસ ટીમે દેશી દારૂ કિં રૂ 24 હજાર મળી કુલ રૂ 7,28,870 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

પોલીસ ટીમે ઝડપાયેલા વિકી પ્રકાશભાઈ રાવલ, રવિ રણછોડભાઇ ચુનારા અને અનિલ કાળુભાઈ ચૂનારાની પૂછપરછ કરતા દેશીદારૂ નવાગામના રાજુભાઈ ઠક્કર પાસેથી લાવ્યો હોવાનુ જણાવ્યુ હતું અને અમદાવાદના વાડજમાં રહેતા ચંદાભાઇ નંદલાલ સેજવાણીને આપવાનો હોવાનું જણાવ્યું હતું. ખેડા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે.