ચવલજ નજીક ટ્રકનું ટાયર બદલતાં 3 લોકોને અન્ય 1 ટ્રકે ટક્કર લેતા 1 નું મોત


અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ચવલજ મંજીપૂરા ગામની સીમમાં ટ્રકને પંચર પડતા ટાયર બદલતા 3 લોકોને અન્ય 1 ટ્રકે ટક્કર મારતા 3 ઘાયલ થયા જેમાંથી 1નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું’ હતુ. પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ચવલજ મંજીપૂરા ગામની સીમ પાસે કર્ણાટકથી માલ ભરી આવતી ટ્રકનું ટાયર પંકચર થતાં, ડ્રાયવર અને અન્ય 2 લોકો ટાયર બદલી રહ્યા હતા દરમિયાન પાછળથી પુર પાટે આવતી 1 ટ્રકે ટાયર બદલતા ત્રણેય શખ્સને ટક્કર મારી ભાગી ગયો હતો. ટ્રકની ટકકરથી ત્રણેય જણ ઇજાગ્રસ્ત થયા હતા. કોઇ અજાણ્યા શખ્સે 108ને જાણ કરતાં, થોડી ક્ષણોમાં એમ્બુલન્સ આવી પહોંચી હતી. 108 વડે એલજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન 39 વર્ષીય સુનિલ કાબલે રહે.મેઢપુર મહારાષ્ટ્રનું મોત થયું હતુ.
આમ પંકચર થતા ટ્રકનું ટાયર બદલતા 3 જણ પર અજાણ્યા ટ્રક ચાલક ઠોકર મારી ભાગી જતા અજાણ્યા ટ્રક ચાલક સામે કણભા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ચવલજ મંજીપૂરા ગામની સીમમાં ટ્રકને પંચર પડતા ટાયર બદલી રહેલા 3 લોકોને અન્ય 1 ટ્રકે ટક્કર મારી ભાગી જતાં 3 ઘાયલમાંથી 1નું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ભાગી ગયેલા ટ્રક ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.