ધ્રાંગધ્રામાં શાળાએ જતી વિદ્યાર્થિનીને આખલાએ અડફેટે લેતા ઘાયલ

આજે વહેલી સવારે અભ્યાસ માટે જતી વિદ્યાર્થિનીને અચાનક જ બે આખલાઓ ધ્રાંગધ્રા મધ્યે લડાઈએ ચડ્યા અને અસંખ્ય વાહનોને પણ લડાઈમાં અડફેટે લઈ લીધા હતા.

તે દરમિયાન આ વિદ્યાર્થિનીને પણ અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આથી તેને તાત્કાલિકપળે સારવાર અર્થે ધ્રાંગધ્રા મધ્યે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. અને તાત્કાલિત સારવાર શરૂ કરાઈ છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રાથમિક શાળા નંબર-7માં ધોરણ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી સતવારા સમાજની દીકરી સાથે આ શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.

શાળાની બહાર બે આખલાઓ ઝગડતા વિદ્યાર્થિનીને અડફેટે લઈ લીધી હતી. તેને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેદાઈ છે. ત્યારે તેના પિતા આશિષભાઈ દલવાડીએ નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેનને શહેરમાં રખડતા ભટકતા ઢોર અંગેની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી છે.