વસ્ત્રાલ રીટાનગરના કારખાનાની તિજોરી તોડી તસ્કર રોકડા રૂ. 4 લાખની ચોરી કરી ફરાર


વસ્ત્રાલના રીટાનગરમાં આવેલી ઓમ ટેક્સો ફેબ મિલ નામના કારખાનાની પાછળ દિવાલનું પતરું ખોલીને અજાણી વ્યક્તિ કારખાનામાં પ્રવેશ ઓફિસમાં મૂકેલી તિજોરીનું તાળું તોડીને રોકડ રૂપિયા 4 લાખની તસ્કરી કરી હતી. આ વિશે કંપનીના હજારીલાલ વૈશ્યએ રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસે આરોપીને ઝડપવા માટે કારખાનાની આસપાસના રસ્તાઓ પર અને દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવી તેની તપાસ હાથ ધરી છે.