પાટણ-ઊંઝા હાઈવે પર ગાયને બચાવવા જતા ટર્બો પલટ્યો

પાટણ ધારપુર માર્ગ પર ડુગરીપુરાના પાટીયા પાસે રોડ પરથી પસાર થતી રખડતી ગાયને બચાવવા જતાં રેતી ભરેલો ટર્બો પલટી  ગયો હતો.

મળતી માહિતી અનુસાર ગતરોજ પાટણથી ઊંઝા તરફ રેતી ભરેલો ટર્બો હંકારીને પસાર થઈ રહેલા ચાલકને ડુગરીપુરા ગામના પાટીયા પાસે અચાનક રખડતી ગાય વચ્ચે આવતા ચાલકે ગાયને બચાવવા માટે અચાનક ટર્બોને બ્રેક મારતા રેતી ભરેલો ટર્બો રોડ પર પલટી  ગયો હતો. આ અકસ્માતમાં ટર્બાના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો જ્યારે ટર્બો ગાડીને ભારે નુકસાન થયું હતું.

પાટણ શહેરના હાઇવે માર્ગ ઉપર અડીંગો જમાવી બેઠેલા રખડતા ઢોરોના કારણે અવાર નવાર આવાં નાના-મોટા માર્ગ અકસ્માત સર્જાતા હોવાથી હાઇવે ઓથોરિટીએ હાઇવે પરના રખડતા ઢોરોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરાય તેવી માંગણી વાહન ચાલકો અને રાહદારીઓમાં ઉઠવા પામી છે.