અમદાવાદમાં ડોક્ટર તથા તેમના પત્નીને કાર ચાલક ઠોકર મારી નાસી જતાં ફરિયાદ નોંધાઈ

image-268

અમદાવાદમાં એક ડોકટર તેમના પત્ની અને દીકરા સાથે વાહન પર જતા હતા તે દરમિયાન અજાણ્યા ફોર વહીલર ચાલક આવીને ડોકટર અને તેમના પત્નીને ઠોકર મારીને ત્યાંથી ભાગી ગયો હતો. ડોકટર અને તેમના પત્નીને ઇજા પહોચતા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.

અમદાવાદના ધ્રુવ ગોહેલ નામના ડોકટર તેમના પત્ની પારુલબેન અને તેમના દીકરા હર્ષલ સાથે ટુ વહીલર લઈને પ્રગતિનગર ચાર રસ્તાથી વિજયનગર ચાર રસ્તા તરફના રસ્તે વાહન પાર્ક કરીને ઉભા હતા તે દરમિયાન અજાણ્યો કાર ચાલક પ્રગતિનગરથી પુરપાટે અને બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. આ કાર ચાલકે ડોકટર અને તેમના પત્નીને ઠોકર મારી ત્યાંથી નાસી ગયો હતો.

કાર ચાલકે ટક્કર મારતા ડોકટરના હાથ પગમાં છોલાયું હતું. તેમના પત્નીને પેટના ભાગમાં વાગતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. ડોક્ટરે કારનો નંબર પોલીસને આપીને અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે. ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.