સુરતથી ઝાલોદ તરફ જતી એસટી બસનું ટાયર ફાટ્યુ: સદભાગ્યે જાનહાનિ ટળી


ગોધરા-વડોદરા હાઇવે રોડ ઉપર આવેલા દાહોદ બાયપાસ તૃપ્તિ હોટલથી આગળ સુરતથી ઝાલોદ તરફ એક એક્સ્ટ્રા બસ પેસેન્જર ભરી જતી હતી એ દરમિયાન એસટી બસનું ટાયર ફાટતા એસટી બસચાલકે સ્ટેરીંગ ઉપર કાબૂ રાખ્યું હતું. પરંતુ રોડની સાઇટ ઉપર એક મોટો ખાડો હોવાના લીધે એસટી બસ ખાડામાં ઉતરી ઝાડ સાથે ટક્કરાઈ હતી. પરંતુ એસટીબસના ચાલકની સતર્કતાના પગલે બસમાં સવાર 50થી વધારે મુસાફરોનો આબાદ બચાવ કર્યો હતો .
એસટી બસ ઝાડ સાથે ટક્કરતા તેની ઉપર હાઈ વોલ્ટેજ વાયર પસાર થતા હતા. જે એકબીજા સાથે અથડાતાં બંને વાયર જોઈન્ટ થતાં ઝાડ ઉપર આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ ગોધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ઝાડ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.