ભરૂચની નર્મદા હોટલ નજીક ટેન્કર ચાલકને અન્ય ટ્રકના ચાલકે રૂપિયા બાબતે માર મારતા ફરિયાદ નોંધાઈ


ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ જતા રોડ ઉપર નર્મદા હોટલની સામે ટેન્કર ચાલકને અન્ય ચાલકે રૂપિયા મામલે માર મારતા સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના અમિતકુમાર પટેલના ટેન્કર નંબર-જી.જે.27.ટી.ટી.6899 ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરતા મુન્ના ભુપ્રકાશ મહંતો ગતરોજ પાદરા મધ્યે એચ,સી.એલ કેમિકલ ખાલી કરી પાછા ઝઘડિયા મધ્યે જતો હતો ત્યારે આમોદ પાસે તેઓના બિહારના ટ્રક ચાલક રજનીશકુમાર રણજીત તિવારી મળ્યો હતો. જેની સાથે તેઓ બંને ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ જતા રોડ ઉપર તેઓના વાહનો પાર્ક કર્યા અને નર્મદા હોટલમાં જમવાનું પાર્સલ લઇ પાછા ટેન્કર તરફ ગયા હતા તે સમયે મુન્ના ભુપ્રકાશ મહંતોના કપડામાં મુકેલ રૂપિયા નહી જાણતા તેને રજનીશકુમાર રણજીત તિવારી ઉપર આશંકા થતાં તેને પુછપરછ કરતા તે ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી મુન્ના મહંતોને માર માર્યો હતો મારામારી વિશે સી ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.