હિંમતનગરના દેશોતર પાસે કારમાંથી રૂ. 1.38 લાખનો તેમજ ખેડ પાસેથી રૂ. 1.15 લાખનો વિદેશીદારૂ પકડાયો

copy image

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઈડરના દેશોતર પાસેથી વાહન ચેંકીંગ દરમિયાન ભાગેલી કારનો પીછો કરી કારમાંથી 1.38 લાખનો વિદેશી દારૂ પકડી લીધો હતો અને જાદર પોલીસ સ્ટેશનમાં કાર માલિક સામે ગુનો દાખલ કરાયો હતો. તો હિમતનગર ખેડ પાસે નાકાબંધી કરી કારમાંથી રૂ. 1.15 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને એકને પકડી પાડી 6 સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, સ્ટાફના વિક્રમસિંહ, સનત, પ્રહર્ષ તથા ગોપાલ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ કરતા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહિન્દ્રા એક્સ્યુવી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. બાતમીવાળી કાર આવતા તેને હાથથી ઇશારો કરીને રસ્તો બ્લોક કરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારના ચાલકે ગાડી પાછી વળાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. એલસીબીની ટીમે ફિલ્મી ઢબે એક્સ્યુવી કારનો પીછો કરતા એક્સ્યુવી કારનો ચાલક ગાડી મુકીને ભાગી ગયો હતો. આ કારની તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ પેટી નંગ 27 કિંમત રૂ. 1,38,૯૬૦નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. એલસીબીની ટીમે કુલ રૂ. 10,38,960નો મુદ્દામાલ કબ્જે કરી કાર મુકી ભાગી ગયેલા ઈસમ સામે જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

તો હિમતનગરમાં ખેડ ત્રણ રસ્તા પાસે એલસીબીએ બાતમી આધારે નાકાબંધી કરી હતી. તે દરમિયાન નંબર વગરની કાર ભિલોડા-કાનપુર થઈને ખેડ તરફ આવી રહી હતી. જેને આળસ રાખી રોકી દેવાઈ હતી અને ચાલક ભાગવા જતા દોડીને રાજસ્થાનના ખેરવાડા તાલુકાના બડલા ગામનો સુમિત હરીશ મીણાને ઝડપી લીધો હતો. કારમાંથી પેટી નંગ 40 કીમત રૂ. 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. તેમજ કાર અને મોબાઈલ મળી રૂ. 6 લાખ ૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગાંભોઈ પોલીસ મથકમાં 6 સામે ગુનો દાખલ કરાવ્યો હતો. તો બલવીર રમેશ મીણા-બડલા, તા.ખેરવાડા જી.ઉદેપુર, રાજવીર ઉર્ફે કંસા પયોલોટીગ કરનાર, રાજુ સેલ્સમેન મોથલી મોડ ઠેકાવાળા સહીત 6 સામે ગુનો દાખલ કરાયો છે.