વિરપુર પાસે કાર ડિવાઇડર સાથે ટક્કરાતા યુવકનું મૃત્યુ

રાજકોટમા રહેતા બે યુવાનો કાર લઇને ઉનાથી રાજકોટ જતા હતા તે દરમિયાન ધારીના વિરપુર પાસે કારનુ ટાયર ફાટતા કાર ડિવાઇડર સાથે ટક્કરાઈ હતી. જેને લીધે બંનેને ઇજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાં એક યુવકનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. રાજકોટમા બેડીપરા વિસ્તારમા રહેતા મુસ્લીમભાઇ મનસુરભાઇ ભારમલ અને તેની સાથે તાહેરભાઇ ઇમરાનભાઇ ભારમલ (ઉ.વ.47) એમ બંને યુવાનો કામ સબબ કાર નંબર જીજે 01 કેએચ 7215 લઇને ઉના ગયા હતા. બંને કામ પૂરું કૃ ઉનાથી રાજકોટ તરફ આવી રહ્યાં હતા.

તેઓની કાર ધારીના વિરપુર પાસે પુલ નજીક પહોંચી ત્યારે રાત્રીના ટાયર ફાટતા કાર ડિવાઇડર સાથે ટક્કરાતા બંનેને ઇજા થઈ હતી. બંનેને પ્રથમ 108 એમ્બ્યુલન્સની મદદથી ધારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાંથી તાહેરભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જયાં તાહેરભાઇનુ સારવાર દરમિયાન મોત થયું હતુ. ઘટના અંગે મુર્તજાભાઇ ઇમરાનભાઇ ભારમલે ધારી પોલીસ મથકમા જાણ કરી હતી. ઘટનાની વધુ તપાસ પીએસઆઇ એન.બી.ભટ્ટ ચલાવી રહ્યાં છે.