જામનગરના શરૂ સેકશન રોડ પર ત્રીજા માળેથી યુવાન અકસ્માતે પટકાતાં મૃત્યુ

image-276
copy image

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ગેરેજમાં કામ કરતા યુવાનનું અકસ્માતે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાઈ જવાથી કમકમાટી ભર્યું મોત થયું છે. જે અંગે પોલીસ તપાસ ચલાવે છે. મળતી માહિતી અનુસાર, જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને ગેરેજ માં કામ કરતા મહાવીરસિંહ ભુપતસિંહ જાડેજા નામના 24 વર્ષના યુવાનનું એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાઈ જવાથી ગંભીર ઈજા પહોચવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

આ ઘટના અંગે મૃતકના પિતા ભુપતસિંહ લાલુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.