પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો

image-277

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાલનપુર તાલુકા પોલીસે બાતમીના આધારે પકડી લઈને આગળની તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાલનપુર તાલુકા પોલીસે પકડી લીધો છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં કરી રહ્યો હતો  તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દાંતીવાડા તાલુકાના રામનગરથી પાલનપુર તરફ ખોડા હલુભાઈ દેસાઈ આવનારો છે. ત્યારપછી પોલીસે નાકાબંદી કરી આરોપીને પકડી પાડ્યો હતો.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન રજીસ્ટ્રેશન ગુનામાં નાસતા ફરતા આરોપી ખોડા દેસાઈ રામનગર, દાંતીવાડાને પોલીસે નાકાબંધી કરી પકડી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.