ગોંડલમાં ત્રણ ખૂણીયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકો ઇજાગ્રસ્ત


જેતપુર રોડ ઉપર ત્રણ ખુણીયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક પ્રકાશભાઈ ગોહિલ અને તેમના પત્ની નિશાબેન અને બે બાળકો તન્વીર ગોહિલ અને રાજવીર ગોહિલને ઈજા થઈ હતી. જેના પગલે તેમને સારવાર અર્થે નજીકની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા.બાઈક ચાલક પ્રકાશભાઈને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા. પરિવાર ગોંડલ તાલુકાના ચોરડી ગામથી ખરીદી કરવા માટે ગોંડલ આવ્યો હતો તે સમયે જેતપુર રોડ નજીક તેમનો અકસ્માત થયો હતો. અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામ થયો હતો.