બાઈકની આડે શ્વાન ઉતરતા બાઈક સ્લીપ થતાં બાઇક સવારનું મોત


ગોંડલ પંથકમાં ખડવંથલી અને બેટાવડની વચ્ચે કાકા ભત્રીજા બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈકની આડે શ્વાન ઉતરતા શ્વાનને બચાવવા જતા બાઈક સ્લીપ થતા બાઈક પાછળ સવાર જયરાજ નાનજી ગુજરાતી (ઉં.વ.17) રહે. મેસપર વાળાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. મૃતક યુવાન ત્રણ બહેનોમાં નાનો હતો અને મજૂરી કામ કરીને પિતાને ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો. મૃતક યુવાનના મૃતદેહને પી.એમ. માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.