મગફળીના થ્રેસર મશીનમાં મહિલાનો હાથ આવી જતા મોત

પાટખીલોરી ગામમાં ખેતીવાડીમાં ચાલતા મગફળીના થ્રેસર મશીનમાં માંડવીના પાથરા નાખતા દરમિયાન મજૂરી કરી રહેલી મહિલાનો હાથ આવી જતા મૃત્યુ થયું હતું. મૃતક મહિલા ઉર્વીબાઈ ભગીરામ વાઘેલા (ઉં.વ.30) મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. મૃતક મહિલાના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.