વિસનગરમાં આવેલી જી.આઇ.ડી.સીની ઓફિસમાં 27 વર્ષીય યુવકે પંખે કપડું બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
 
                
વિસનગરમાં આવેલ જી.આઇ.ડી.સીની એક ઓફિસમાં એક 27 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. જેમાં યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
વિસનગરની થલોટા રોડ પર આવેલ હેરિટેજ સોસાયટીમાં રહેતા બાદલ લક્ષ્મણભાઈ પટેલ (ઉમર 27)એ વિસનગર જી.આઇ.ડી.સીની ઓફિસમાં પંખા પર કપડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કોઈ અગમ્ય કારણોસર યુવકે ગળે ફાંસો ખાઈ પોતાની જીવન દોર ટૂંકાવી લીધી હતી. આમ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશનું પી.એમ. કરાવી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી. જેમાં પુત્રે આત્મહત્યા કરી લેતાં સમગ્ર પરિવારમાં શોક છવાયો હતો.
 
                                         
                                        