ભુજમાં કબ્રસ્તાન પાસે જુગાર રમી રહેલા ૪ ઝડપાયા


ભુજમાં કબ્રસ્તાન પાસે બાવળોની ઝાળીમાં જુગાર રમતા ઈસમો ને પોલીસે પકડી પાડ્યા હતાં તેમજ તેમની પાસેથી કુલ રૂપિયા ૧૪,૭૬૦નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે સીતારામ ચોક ચાકી વાળી પાસે આવેલા કબ્રસ્તાનની બાજુમાં આવેલી બાવળોની ઝાળીમાં રમાઈ રહેલા જુગાર પર દરોડો પાડયો હતો, જેમાં આરોપી હાજી ઉર્ફે કાકાડો સુમાર મંધરિયા, નુરમામદ ઉર્ફે નુરો અલીમામદ મોખા, અબ્દુલ મામદ ગગડા તેમજ કરીમ ઉર્ફે બાબલો સુલેમાન શેખને પકડી પાડી આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૪૭,૬૦ મોબાઈલ બે મળીને કુલ રૂપિયા ૧૪,૭૬૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.