ભુજમાં વેપારીના ગોડાઉનમાંથી પાઇપ ફીટીંગ ના ક્લેમ્પની કરાઇ ચોરી

ભુજના સહજાનંદ વિજય કંપનીના વેપારીના ગોડાઉન માંથી પાઈપ ફીટીંગ ના ક્લેમ્પ ની ચોરી કરવામાં આવી હતી. જે મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ વિશે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભુજ શહેરના કોમર્સ કોલેજની સામે આવેલી નિશાંત પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી જયદીપભાઇ હરજીભાઈ ગોરસીયા નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.૧૯-૧૦-૨૨ ના ઓફિસના સુપરવાઇઝર શિવજીભાઈ કાનજીભાઈ કેરાઈ (રહે.નારણપર તા.ભુજ) સવારે ૯:૩૦ વાગ્યાના અરસામાં એન્જિનિયરિંગ કોલેજ રોડ પર આવેલી સર્જન કાસા સોસાયટી ની બાજુમાં આવેલા ગોડાઉન પર ગયા હતા અને ત્યાં રાખવામાં આવેલો માલ સામાન ચેક કરતા પાઇપ ફિટ કરવાના ક્લેમ્પની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હોવાનું જણાવ્યું હતું જેથી તેમણે ઓફિસમાં જાણ કરી હતી અને તાત્કાલિક જયદીપભાઇ અન્ય કર્મચારીઓ સાથે ગોડાઉન પર પહોંચ્યા હતા. ગોડાઉનમા જઈને જોયું તો પાઇપ ફિટ કરવાના ક્લેમ્પ કે જે પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ગોઠવેલા હતા તેમાં એક કોથળામાં 25 નંગ ક્લેમ્પ રાખેલા હતા. તેમજ તેવા છ કોથળા કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઉતારીને દીવાલની બહાર નાખીને છ કોથળામાં ભરેલા 150 નંગ ક્લેમ્પ (કિ.રૂ.૧૫૦૦૦) ની ચોરી કરવામાં આવી હતી આ બનાવ તા. ૧૭-૧૦-૨૨ ના સવારે ૧૦ વાગ્યાથી લઈને તા.૧૭-૧૦-૨૨ના સવારે 9:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બન્યો હતો .જે મામલે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે