મૂળીના વિરપર ગામમાં વૃદ્ધની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી


સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વીરપર ગામમાં વૃદ્ધની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ થતાં મૂળી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આ અંગેની તપાસ હાથ ધરી હતી. હાલમાં બિનવારસી મળેલા મૃતદેહને મુળી સાર્વજનિક હોસ્પિટલ મધ્યે ખસેડાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વીરપર ગામમાં એક 80 વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. આ મૃતદેહની ઘટનાને પગલે તાત્કાલિક અસરે મૂળી પોલીસ સ્ટેશનને જાણકારી અપાતાં પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસના ચક્રોતેજ કર્યા છે.પોલીસે લાશને મૂળી મધ્યે આવેલી સાર્વજનિક હોસ્પિટલ માધ્યે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.