ભુજ શહેરમાં થયેલ પાઇપ ફીટીંગના કલેમ્પ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ.

મે.પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડરે રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે આર.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજનાઓએ સુચના આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી આર. આઇ.સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ

શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.-૦૮૬૯/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબના ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ ના ઉપયોગથી સદર ગુનાન ડીટેક્શન કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે ઉપરોકત ગુના કામે એન્જીનીયરીંગ કોલેજરોડ સર્જન કાસા સોસાયટીની બાજુમા આવેલ ખુલ્લા ગોડાઉનમા રાખેલ કન્સ્ટ્રકશન ના સરસામાન માથી પાઇપ ફીટ કરવાના કલેમ્પ(બંધીયા) નંગ ૧૫૦ વાળા સાથે એક ઇસમને પકડી પાડેલ અને તેની પુછપરછ કરતા તેણે સદર ગુન્હા કામે ગયેલ ઉપરોકત મુદ્દામાલ ની ચોરી કરેલાની કબુલાત આપતો હોઈ જેથી મજકરુ ઇસમને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:

(૧) રમજાન હાસમ સમા ઉ.વ.૪૦ ધંધો-કડીયાકામ રહે.પાંચીયાવાળુ ખડીયુ, તળાવની પાસે ભારાસર તા.ભુજ જી.કચ્છ >રિકવર કરેલ મુદામાલ

(૧) પાઇપ ફીટ કરવાના કલેમ્પ (બંધીયા) નંગ-૧૫૦ કી.રૂ.૧૫,૦૦૦/ >પકડવાનો બાકી આરોપી:

(૧) અરવિંદ શામજી વેકરીયા રહે.સુખપર જુનાવાસ તા.ભુજ જી.કચ્છ

આમ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.આઇ. સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ. રણજીતસિંહ કે.જાડેજા તથા જયદેવસિંહ જે.જાડેજા તથા જીવરાજ વી.ગઢવી નાઓ જોડાયેલા હતા.