વિદેશમાં નોકરીની લાલચ આપી દોઢ લાખની રોકડ રકમ પડાવનાર અંજારનો આધેડ પકડાયો.

ભુજ સિમેન્ટ કંપનીમાં કામ કરતાં છ મંજૂરોને વિદેશમાં સારા પગારે નોકરી અપાવી દેવાની લાલચ આપી તેમની પાસેથી દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ પડાવનાર અંજારના એક આધેડ ચીટરને પશ્ચિમ કચ્છ એસઓજીએ પકડી પાડ્યો હતો. અંજારની વિજયનગર સોસાયટીમાં રહેતા જ્યંતિલાલ મનજીભાઇ સોરઠિયા ૧૦ -૧૫ દિવસ પહેલા આ મંજૂરો પાસેથી દોઢ લાખ રૂપિયાની રકમ પડાવી હતી. તમામ મજૂરો અબડાસાના વાયોર પાસે આવેલી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં કામ કરે છે. જયંતીલાલ આજે મજૂરોની લેબર કોલોનીના ગેટ પાસે હાજર હોવાની જાણકારી મળતા એસઓજીએ તેને પકડી લીધો હતો. ચિટિંગનો ભોગ બનનારા મજૂરોની ફરિયાદ લઈ વાયોર પોલીસે જયંતીલાલ વિરુદ્ધ ગુનો નોધી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *