ડાંગ વન વિભાગે રૂપીયા 604090ના મુદ્દામાલ સાથે લાકડાની તસ્કરી કરતાં 2 આરોપીને ઝડપ્યા

copy image

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના ચીચીનાગાવઠા રેન્જ વિસ્તારમાં દિવાળી તહેવાર નિમિતે ઇમારતી લાકડાની ચોરી કરતા તત્વો સક્રિય થતા હોવાથી દક્ષિણ ડાંગના ડીએફઓને મળેલ પૂર્વ બાતમીના આધારે ચીચીનાગાવઠા રેન્જના સ્ટાફે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવતા 2 ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના ઘટાદાર જંગલો ધરાવતા ચિચીનાગાવઠા રેન્જ વિસ્તારમાં લાકડાં તસ્કર વિરપ્પનો દિવાળી તહેવાર અને વેકેશનમાં અધિકારીઓ વ્યસ્ત રહેતા હોવાથી તેનો લાભ લઈ લાકડાચોરો ઇમારતી લાકડાની ચોરી માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે.

દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓને મળેલ ગુપ્ત બાતમી પછી તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચીચીનાગાવઠા રેન્જના આર.એફ.ઓ.સહિત સ્ટાફ દ્વારા રાત્રી પેટ્રોલિંગ ચુસ્ત કરવામાં આવતા 4:30 ના સમયગાળામા વઘઇ આહવા માર્ગ ઉપર ચિચીનાગાવઠા, ડુંગરી ફળિયાના ખાપરી નદી તરફ જતા માર્ગ પર બોલેરો પિકઅપને રોકી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે સાગી લાકડાની ચોરી પકડાઈ હતી. વન વિભાગની ટીમે 604090ના મુદ્દામાલ સાથે પંકજ મોતિરામ પવાર, રહે ભવાડી ડાંગ અને રવિન્દ્ર રામસિંગ પવાર રહે ઢૂંઢુંનિયાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.