પત્નીએ ફોન ન ઉપાડતાં કંટાળેલા યુવકે એસિડ પી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો


રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ શીતળાધારમાં રહેતાં યુવકે ગઈ રાત્રે પોતાના ઘરે એસિડ પી આત્મહત્યાનો પ્રયત્ન કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકના ભાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેના લગ્ન 14 વર્ષ પૂર્વે થયાં હતાં અને તેની પત્ની બિહાર માવતરે ગયા પછી તેને ફોન કરતાં તેની પત્નીએ ફોન ન ઉપાડતાં કંટાળી જઈને પગલું ભર્યું હતું. હાલ પોલીસ દ્વારા નિવેદન નોંધી આગળની કર્યવાહી હાથ ધરવામાં આવી છે.