મહેસાણા SOGએ બાતમીના આધારે વોચ ગોઠવી 3 ગ્રામ ડ્રગ્સ સાથે એકને શખ્સને ઝડપ્યો

મહેસાણા જિલ્લામાં દિવાળીના સમયે એસઓજી ટીમે ખેરાલુ પંથકમાંથી ડ્રગ્સ લઇ જતા એક આરોપીને બાતમી આધારે પકડી પાડ્યો હતો. એસઓજી ટીમે તપાસ દરમિયાન સફેદ સ્વીફ્ટ નીકળતા જ ગાડી અટકાવી આરોપીને ડ્રગ્સ સાથે પકડી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા એસઓજી ટીમ સવારથી ડ્રગ્સ કેસના ઓપરેશનમાં લાગેલી હતી. જેમાં મહેસાણા એસઓજી ટીમને બાતમી મળી હતી કે સ્વીફ્ટ ગાડી ચાલક ડ્રગ્સ લઇ ખેરાલુ તરફ આવી રહ્યો છે. બાતમી મળતા જ ટીમે રોડ પર ચેકિંગ શરૂ કરી હતી. જેમાં સફેદ સ્વીફ્ટ દેખાતા જ ગાડી રોકાવી તપાસ કરતા સાજીદખાન જાગીરખાન સંધીને પકડી તેની પાસે રહેલ 3 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા એસઓજી પી.આઇ.એ.યુ.રોજએ જાણવ્યું હતું કે કોન્સ્ટેબલ યુવરાજ સિંહ અને અક્ષય સિંહને આ અંગે બાતમી મળતા તેઓ છેલ્લા એક અઠવાડિયાથી સતલાસણાથી વિસનગર સુધી ખાનગી વાહન માં વોચ ગોઠવી હતા. આ સમગ્ર બાબતે ગાડી ચાલક અંગે જાણ થતાં હાઇવે પર એસઓજી ટીમ વાહન ચેકિંગ કરતી હતી એ દરમિયાન સફેદ ગાડી આવતા જ તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ડ્રગ્સ મળ્યું હતું અને કાર્યવાહી કરવામાં આવી હતી.