ભુજમાં સી.ટી. બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરાયું.

ભૂકંપ બાદ ભુજ વિકસિત થયો છે. ભુજના નવ નિર્માણમાં અલગ અલગ સોસાઇટીઓ બનાવાઈ છે. ત્યારે છપ્પન કિલોમીટર માં વિકસેલા પ્રસરેલા આ ભુજમાં સોસાઇટીઓ માં બસોની સગવડ ન હતી તે માટે ભુજ નગરપાલિકા દ્વારા સીટી બસ સ્ટેન્ડનો નવો કોન્ટ્રાક્ટ,નવી એજન્સી ને આપવામાં આવશે. ભુજના પાણીના પ્રશ્નો માટે ભુજ નગરપાલિકા સતત કાર્યરત છે. ભુજ નગર સેવા સદન ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ ની ગ્રાન્ટ માથી સીટી બસ સ્ટોપનું લોકાર્પણ ભુજના ધારાસભ્ય ડો. નીમાંબેન આચાર્ય હસ્તે કરવામાં આવ્યું હતું.