માંડવીમાં ઝેરી દવાના છંટકાવ ને કારણે એક શખ્સનું થયું મૃત્યુ.

આજે મરણ પામનાર હંસરાજ વેલજી મહેશ્વરી ઉમર વર્ષ ૫૦ રહે મોટી મવ મફતનગર તાલુકો માંડવી હંસરાજ ભાઈ આજે મવ ગામમાં એક પટેલની વાડીમાં આંબમાં જેરી જંતુ નાસક દવા છાંટી રહ્યા હતા તે સમય દરમિયાન તે દવા પોતાના શરીર પર પડી જતાં તેમને ઝેરી અસર થતાં તેઓને તાત્કાલિક ગઢશીશાની  હોસ્પીટલમાં લઈ ગયા હતા. બાદમાં વધુ સારવાર માટે ૧૦૮ દ્વારા તેમને ભુજની જનરલ હોસ્પીટલમાં લઈ આવ્યા હતા તે દરમિયાન તેઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા. જેથી ફરજ પરના ડોક્ટરે તેમને મરણ જાહેર કરેલ આ બનાવ આજે સવારના આઠ વાગ્યાના અરસામાં બનેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *