‘એક મહિલા તરીકે તમે આટલી હદે કેવી રીતે નીચે જઈ શકો : રાહુલ ગાંધી એક્ટ્રેસ પૂનમ કૌરનો હાથ પકડી ચાલતા હોય એવી તસવીર શેર કરતાં હોબાળો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેલંગાણામાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન રાહુલ ઘણા લોકો સાથે મુલાકાત પણ કરી રહ્યા છે. આ મુલાકાતમાં રાહુલ ગાંધીની એવી તસવીર સામે આવી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. વાસ્તવમાં, રાહુલ ગાંધી અભિનેત્રી અને કાર્યકર્તા પૂનમ કૌર સાથે એક તસવીરમાં દેખાયા હતા. આ દરમિયાન તેમણે પૂનમનો હાથ પણ પકડ્યો હતો. બીજેપીના પ્રીતિ ગાંધીએ ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કર્યા બાદ માઇક્રો-બ્લોગિંગ સાઈટ પર ગરમાવો વ્યાપ્યો હતો. તેણે તસવીર સાથે એક કેપ્શન લખ્યું, જેના પર પૂનમ સહિત તમામ નેતાઓએ વાંધો ઉઠાવ્યો.