ગોઝારીયામાં પૈસાની લેવડદેવડ બાબતે થયેલી મારામારીમાં બે ઇજાગ્રસ્ત

મહેસાણાના ગોઝારીયા ગામમાં પૈસાની લેવડદેવડ મુદ્દે યુવકોના બે ગ્રુપ વચ્ચે થયેલી મારામારીમાં બે જણને ઈજા થઈ હતી પોલીસે બંને પક્ષે 6 ઇસમો સામે ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે. ગોઝારીયાના અને અમદાવાદ રાણીપ મધ્યે રહેતા યજ્ઞેશકુમાર ભરતભાઈ પટેલે આઠ મહિના અગાઉ તેમના ગામના સુધીર ખેરને પોતાના મોટાભાઈ કુણાલ અને કાકાના દીકરા હર્ષિલનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું કામ આપ્યું હતું અને તેને 36,300 ફી પેટે પણ આપી દીધા હતા.

પરંતુ લાઇસન્સનું કામ ન કરેલ હોવાથી ગોજારીયા ગામમાં સુધીરના નાનાભાઈ વિષ્ણુજી ખેર અને રવિ રાજ ખેર સાથે હોસ્પિટલ નજીક બોલાચારી થઈ હતી ત્યારપછી રેલ્વે સ્ટેશન પાસે આવેલા ખેતરમાં રવિ રાજ અને વિષ્ણુજી ઉર્ફે કફને યજ્ઞેશ પટેલ સાથે ઝઘડો કરીને રવિરાજે છરી મારી હતી જેમાં યજ્ઞેશ ખસી જતા તેને કાન ઉપર છરીનો લસરકો વાગી ગયો હતો. નજીકમાંથી તેમના ભાઈ કુણાલભાઈ અને હર્ષિલ આવી જતા બંને ત્યાંથી જતા રહ્યા.

લોહી નીકળતી હાલતમાં યજ્ઞેશ પટેલે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રવિરાજ ખેર અને વિષ્ણુજી ઉર્ફે કફન દલપુજી ખેર બંને સામે ફરિયાદ દાખલ કરાવી છે જ્યારે સામે પક્ષે રવિરાજ અને વિષ્ણુજી કુણાલ પટેલના ખેતરમાં પૂર્વે થયેલી બોલાચાલી અંગે વાત કરવા ગયા હતા.

​​​​​​​ ત્યારે કૃણાલ, હર્ષિલ અને યજ્ઞેશ પટેલે તું કાલે રાત્રે કેમ દાદાગીરી કરતો હતો ન કહી રવિ રાજને ગડદાપાટુ નો માર માર્યો જ્યારે અમદાવાદ રાણીપ મધ્યે રહેતા રાજુભાઈએ માથાના પાછળના ભાગમાં કુહાડી મારી હતી ઝઘડામાં વચ્ચે છોડાવા પડેલા પણ વિષ્ણુજીને પણ તેમણે માર માર્યો હતો.

તેણે હર્ષિલ પટેલ, કૃણાલ પટેલ, યજ્ઞેશભાઈ પટેલ તેમજ અમદાવાદ રાણીપ મધ્યે રહેતા રાજુભાઈ પટેલ સહિત ચાર સામે ફરિયાદ દાખલ કરાવી છે લાંઘણજ પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.