ખુની હુમલાના કોશિષની ગુનાના 2 ફરાર આરોપીઓને એલસીબીએ ઝીંઝુંડાથી પકડ્યા

વંથલી તાલુકાના સોનારડી ગામમાં થયેલ ખુની હુમલાના ફરાર થયેલા આરોપીને એલસીબીએ ચોટીલાના ઝીંઝુંડા ગામેથી પકડી લીધા છે.મળતી માહિતી મુજબ વંથલી તાલુકના સોનારડી ગામની સીમમાં હુમલો થયો હતો. આ હુમલો ધણફુલીયાના આરીફભાઇ ડાડાભાઇ અબડા તેમજ તેમના ભાઇ કારાભાઇ અને યુસુફભાઇ ઉપર થયો હતો.

આ હુમલો નુરમહમદ ઉર્ફે નુકો કાસમભાઇ પલેજા, ઇબ્રાહિમ ઉર્ફે ભોલો કાસમભાઇ પલેજા, અબ્દુલ કાસમભાઇ પલેજા, કાદર હસન પલેજા, નુકાનો છોકરો અને એક અજાણ્યા ઇસમે કર્યો હોવાટી 1 થી 5 નંબરના આરોપી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. હુમલા પછી આરોપી પલાયન થઇ ગયા હતા.

આ દરમિયાન રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના પછી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન આરોપી નુરમહમદ પલેજા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હાલ ચોટીલા નજીકના ઝીંઝુંડા ગામમાં આવેલ ધીરૂભાઇના તબેલા પાસે છૂપાયા હોવાની બાતમી મળી હતી. બાદમાં ત્યાં જઇ તપાસ કરી નુરમહમદ ઉર્ફે નુકો કામસભાઇ પલેજા(સોનારડી) અને સોહિલ ઇકબાલ ચૌહાણ(જૂનાગઢ ધારાગઢ દરવાજા) વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી માટે વંથલી પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે.