ખેડોઈની સીમમાંથી ૨૦ હજારના કેબલ વાયરની તસ્કરી.

ખેડોઈની સીમમાં ચોરે પવનચક્કીને નિશાન બનાવીને રૂ.૨૦ હજારનો કેબલ વાયર ચોરી કરીને નાશી ગયા હતા. અંજાર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ખેડોઈની સીમમાં પવન ચક્કીને  ચોર નિશાન બનાવી એસ.ક્યૂ-૨૪૦ એમ.એમ. નો ૨૯૦ મીટર અને એસક્યું ૩૦૦ એમ.એમ.નો ૧૧૯ મીટર એમ કુલ રૂ. ૨૦ હજારની કિમતનો વાયર ચોરી કરી નાશી ગયા હતા. આ બાબતે બાપાલાલ જાડેજાએ નોધાયેલી ફરિયાદના મુજબ પોલીસે ગુનો નોધી તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *