વિરમગામ APMC મધ્યે સ્થાનિક મજૂરોની રોજી રોટી છીનવાતાં મજૂરોએ વિરોધ નોધાવ્યો

copy image

વિરમગામ એપીએમસી મધ્યે વર્ષોથી કામ કરતા સ્થાનિક સેંકડો મજૂરોને નવા વર્ષે જ મુર્હતમાં એપીએમસીના અધિકારીઓ અને વેપારીઓની સાઢ ગાંઠના લીધે રોજી રોટી છીનવાઈ જતા એપીએમસીની બહાર સ્થાનિક મહિલા મજૂરો સહિત મજૂરો દ્વારા દિવસભર ઉભા રહી શાંત અને અહિંસક વિરોધ ચાલુ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર બાબતે શાંત વિરોધ કરી રહેલા મજૂરોએ જણાવ્યું હતું કે અમે દસકાથી અહીં અમે અને અમારા પરિવારજનો સહિતના ગરીબ લોકો અનાજની બોરીઓ ઠલવવા-ભરવા, ચારણો કરવા, ગાડીઓ ભરવા સહિતનું મજૂરીકામ કરીએ છીએ જેનાથી અમારા અને અમારા પરિવારનું ભરણપોષણ થાય છે ત્યારે થોડા વર્ષો પૂર્વે અમોને એક બોરી દીઠ રૂ.10 મજૂરી પેટે મળતા હતા જે ઘટાડીને 8 કરાયા હતા. જે અમોએ મંજુર રાખેલ હતા ત્યારે થોડા વર્ષોથી મોંઘવારી ખૂબ જ વધી ગયેલ છે ત્યારે અમો વર્ગ દ્વારા મજૂરીના ભાવ વધારવા માટે વેપારીઓ અને એપીએમસીના અધિકારીઓને જણાવેલ જે અંગે તેઓ દ્વારા મીટીંગ કરી મજૂરીના ભાવ રૂ. 8 થી ઘટાડીને 6 કરી દેવાયા હતા. આથી અમે અહિંસક વિરોધ ચાલુ કર્યો છે.