જુનાગઢ: યુવક-યુવતી એકસાથે ગેસ્ટહાઉસમાં આવ્યા હતા, યુવકની મૃતક લાશ મળી ,યુવતી ગાયબ.

બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં થતાં અપમૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે યુવક-યુવતિ એક સાથે સુનિલ ગેસ્ટહાઉસમાં આવ્યા હતા.પરંતુ આ દરમ્યાન યુવકનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેની સાથે આવેલી યુવતી ગાયબ થઈ જતાં પોલીસ પણ ચકરાવે ચડી હતી. પોલીસ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાલ અપમૃત્યુ થયાની નોધ કરી છે. અને સીસીટીવી ફ્રૂટેજ તેમજ ગેસ્ટ હાઉસના કર્મચારીઓના નિવેદન લઈને ગાયબ થનાર યુવતીની ભાળ મેળવવા તજવીજ શરૂ કરી છે. શહેરના સુનિલ ગેસ્ટ હાઉસના રૂમ ૩૭માં અમરેલી પંથકનો રવિ અનિલભાઈ ગોલ નામનો યુવક એક યુવતી સાથે ઉતર્યો હતો. મોડે સુધી રૂમનો દરવાજો ન ખૂલતાં ગેસ્ટ હાઉસના સંચાલકોએ તપાસ કરતાં આશ્ચર્યની વચ્ચે રૂમમાં યુવક રવિ અનિલભાઈ ગોલ ની લાશ મળી આવી હતી. અને તેની સાથે રહેલી યુવતિ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. બનાવને પગલે ગેસ્ટ હાઉસના મેનેજર ચંદ્રેશ હરવાણીએ પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના ગળા પર ગળાપુટાના નિશાન પણ જોવા મળતા પોલીસે મેનેજરની ફરિયાદના મુજબ વધુ તપાસ હાથ ધરી છે.