અંજારમાં એક યુવાન પર ત્રણ લોકોએ ધોકાથી હુમલો કર્યો

અંજારના હેમલાઈ ફળિયામાં આવેલી મસ્જિદ નજીક અગાઉની અદાવતમાં ત્રણ જણાએ યુવાન પર ધોકા વડે હુમલો કરી અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોચાડી હતી. વિસ્તારમાં રહેતો ઈમરાન હુશેન થેબા જેનો થોડા સમય પહેલા અનવર સાલેમામદ થેબા સાથે ઝઘડો થયો હતો. તેવામાં ગત રાત્રિના સમય દરમિયાન ઈમરાન હેમલાઇ ફળિયામાં આવેલી મસ્જિદની નજીકમાં હતો, ત્યારે શખ્સ ઈમરાન ઇબ્રાહીમ થેબા, જુસબ ઇબ્રાહીમ થેબા અને અનવર સાલેમામદ થેબા ત્રણેય ત્યાં ધસી ગયા હતા. ત્યાર પછી અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખીને શખ્સએ બોલાચાલી કરી હતી. પરિણામે મામલો ઉગ્ર બનતાં ત્રણેય જણોને ધોકા ધારણ કરી ઈમરાન પર હુમલો કરી  જેમાં ઈમરાનને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *