ગેરકાયદેસર પાણી કનેક્શન લેનાર શખ્સે નગરપાલિકાના કર્મચારીઓને લાકડાના ધોકા વડે મારમાર્યો.

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને પોતાની ફરજ બજાવતા રોકી ને તેના પર લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. તો વાંકાનેર પોલીસ ફરજમાં રૂકાવટ તથા મારમારીનો ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે. વાંકાનેરમાં નાગા બાવાની જ્ગ્યા પાસે શખ્સો રમેશભાઈ ભરવાડએ ગેરકાયદેસર પાણીનું કનેકસન લીધેલ હોય છે. નગરપાલિકામાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ આણદસિંહ ઝાલા તથા  અન્ય કર્મચારીઓ તે કનેક્શન કાપવા જતાં શખ્સ રમેશભાઈ ભરવાડને સારું ન લાગતાં મહેન્દ્રસિંહ ઝાલાને તેમજ સાહેદને ભૂંડાબોલી ગાળો બોલી  પાવડાના હાથા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા ફરજમાં રુકાવટની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં મહેંદ્રસિંહે નોંધાવી છે. તો વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *