ભુજમાં સંસ્કાર શાળાનો નાની વયનો વિધાર્થી ગુમ થયેલ

ભુજ શહેરમાં નરનારાયણ નગર માનસી બંગ્લોઝ ખાતે રહેતા મૂળ સુરતના વતની અને ભુજની સંસ્કાર સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો પ્રતીક નંદકિશોર તિવારી(ઉ.વ.16)લાપતા બનતાં આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધવાઇ છે. બે દિવસ પહેલાં સવારે સંસ્કાર સ્કૂલની બસમાં બેસીને પ્રતીક પરીક્ષા આપવા માટે ગયો હતો. તેને પરીક્ષાનું પેપર પણ આપ્યું હતું. ત્યાર બાદ તે ગુમ થયો છે. વિવિધ જગ્યાએ શોધખોળ કરવા છતાં કોઈ પતો ન મળતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધવાઇ હતી. ગુમ થનાર પ્રતીક સદા પાંચેક ફૂટની ઉંચાઇ અને પાતળો બાંધો ધરાવે છે. તેના વાળ આગળથી ઊભા છે. તેને ટાઈ પહેરેલા હોવાનું  વર્ણન પોલીસમાં નોધાવ્યું છે. આ કિશોર વિશે માહિતી ધરાવનારને ભુજ એ-ડિવિઝન પોલીસણો સંપર્ક કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *