ભરથાણા ગામમાં ખુલ્લામાં જુગાર રમતા 13 લોકો ઝડપાયા, 2ને વોન્ટેડ જાહેર કર્યા

ભરથાણા ગામમાં શેરડીના ખેતરની પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સ્ટેંટ વિજીલન્સની ટીમે મંગળવારે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જુગાર રમતા 13 લોકો ઝડપાયા હતા સાથે 4.81 લાખની રોકડ અને 15 મોબાઇલ, 5 બાઇકો સહિત 6.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે જુગારધામ અમરોલીના અનિલ પાંડે તેમજ કમલેશ જૈન ચલાવતા હતા. હાલમાં બનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં સ્ટેંટ વિજીલન્સના સ્ટાફે જાતે ફરિયાદ દાખલ કરાવી છે. ઝડપાયેલા જુગારીઓમાં ગોપી મહાજન, હર્ષદ ચૌહાણ, ગબ્બર બાગડા, બીપીન પટેલ, મોહંમદ સૈયદ મેમણ, યાદરોવ દેકાતે, જયમીન રાણા, કલ્પેશ ઠક્કર, પ્રશાંત સિન્હા, ભરત ઘાનાણી, જીમીત પટેલ, શેખ અફઝલ તથા મુકેશ બાગડાની સામે ગુનો દાખલ કરી અટકાયતની તજવીજ હાથ ધરી છે.