કુંભારી નજીક ટ્રક પાછળ બાઇક ટક્કરાતાં ચાલકનું મૃત્યુ

ઓલપાડ-કરંજ રાજ્યધોરી માર્ગ ઉપર કુંભારી ગામ પાસે પેટ્રોલ પંપ પાસે મીઠુ ભરીને પાર્ક કરેલી ટ્રક પાછળ ઓલપાડ ટાઉનના માળી ફળિયામાં રહેતા અરવિંદ પટેલે ટ્રક પાછળ બાઈક ઘુસાડી દેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું.

ઓલપાડ માળી ફળિયામાં રહેતા અરવિંદ ડાહ્યાભાઇ પટેલ રાત્રીના મો.સા.નં. જીજે-05,બીસી- 0529 હંકારી ઓલપાડ-કરંજ રોડ ઉપર કુંભારીથી ઓલપાડ તરફ ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન કુંભારી ગામની સીમમાં શિવકૃપા પંટ્રોલ પંપની નજીક મીઠુ ભરેલ ટ્રક નં:જીજે-01,સીટી-5307ના ચાલકે ટ્રક પાછળની લાઈટ ચાલુ કર્યા વગર ટ્રક રોડ ઉપર પાર્કીંગ કરેલ હતી. તે સમયે બાઇક હંકારી રહેલા અરવિંદ પટેલે બાઇક ટ્રક પાછળ અથડાવી હતી.

અરવિંદ પટેલને ગંભીર ઇજા પહોચવાથી તેનું માથુ ફાટી જવા તેમજ જમણો પગ ઘુંટણથી છૂટો પડી જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. મૃતકના ભત્રીજા વિશાલ પટેલે ઓલપાડ પોલીસમાં ટ્રક નં:જીજે-01,સીટી-5307ના ચાલકે ટ્રક ભયજનક, હાનિ પહોંચે તે રીતે પાર્ક કરતા કાકા અરવિંદ પટેલનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવા બાબતની ફરિયાદ દાખલ કરાવી હતી.