દ્વારકામાં જાહેરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઇ; કુલ 10,200નો મુદ્દામાલ જપ્ત કરાયો આરોપી પલાયન

copy image

જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ જયદેવસિંહ જાડેજા, દેવાભાઈ મોઢવાડિયા તેમજ નારણભાઈ બેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકામાં આવેલા બરડા ડુંગર સ્થિત જાંબુડીયા નેશ મધ્યે રેડ પાડવામાં આવી હતી. જેમાં જાહેરમાં ધમધમતી દેશી દારૂની ચાલુ હાલતમાં ભઠ્ઠી ઝડપી પાડી હતી.

જિલ્લા પોલીસે જાહેરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. જ્યાં સ્થળેથી પોલીસે 220 લિટર દેશી દારૂ, 2,400 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 10,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દેશી દારૂની આ ભઠ્ઠી જાંબુડીયા નેશ મધ્યે રહેતા કારા વેજા રબારી નામના ઈસમ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. આ ઈસમ આ સ્થળે મળ્યો હતો નહિ. આથી પોલીસે કારા વેજા રબારીને હાલ ફરાર ગણી, પ્રોહી. એક્ટ અનુસાર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.