અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેમ્પોમાં આગ ભભૂકી

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા ઓવર બ્રિજ ઉપરથી પસાર થઇ રહેલા સીએનજી ટેમ્પામાં અચાનક આગ લાગી ગઈ હતી.આગ ને જોતા ટેમ્પા ચાલકે સમય સુચકતા વાપરીને ટેમ્પા માંથી બહાર નીકળી ગયો હતો. જોત જોતા માં સમગ્ર ટેમ્પા માં આગ ફેલાઈ જતા ટેમ્પો ભડકે બળતા તાત્કાલિક જીઆઇડીસી નોટીફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા અને આગ ઉપર કાબુ મેળવી લિયધો હતો. આ બનાવની જાણ થતા શહેર બી ડીવીજન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.