બરવાળા બાવીશી ગામમાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન દોર ટૂંકાવી

વડીયા તાલુકાના બરવાળા બાવીશીમા રહેતા એક યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન દોર ટૂંકાવી દીધી છે આ ઘટના વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામમાં બની હતી. અહી રહેતા ભાવેશભાઇ રાજાભાઇ માધડ (ઉ.વ.22) નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટના અંગે રાજાભાઇ માધડે વડીયા પોલીસ મથકમા જાણ કરી હતી. ઘટનાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા કરી રહ્યાં છે.