વડોદ ગામ નજીક રાત્રે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો: બસ ડ્રાઈવર ફરાર

copy image

વઢવાણ તાલુકાના વડોદ ગામ નજીક રાત્રી દરમિયાન ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વડાપ્રધાનના કાર્યક્રમમાંથી રાજકોટ પાછા જતી ખાલી બસને નુકશાન થયુ હતુ. જ્યારે અકસ્માત પછી બસ ડ્રાઇવર પલાયન થઇ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ લીંબડી હાઇવે પર વડોદ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં વડા પ્રધાનના કાર્યક્રમમાંથી ખાલી એસટી બસ રાજકોટ લીંબડી હાઇવે પર પસાર થઇ રહી હતી. રાત્રી દરમિયાન વડોદ ગામ નજીક પહોંચતા કોઇ કારણસર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસ આગળની તરફથી ભારે નુકશાન થયુ હતુ. આ બસ વડાપ્રધાનના કાર્યક્રમમાંથી ખાલી થઇ પાછા ફરી રહી હોવાથી કોઇ જાનહાની થઇ હતી નહિ. જ્યારે અકસ્માત પછી બસ ડ્રાઇવર પલાયન થઇ ગયો હતો.